papad chaat recipe – પાપડ ચાટ રેસિપિ

papad chaat recipe – પાપડ ચાટ રેસિપિ

હેલો ફ્રેંડ્સ અમે એક નવી રેસીપી લઇ ને આવિયા છી, જે સાવ સિમ્પલ અને ખાવા માં ટેસ્ટી છે. તમે જાતે પણ આ રેસીપી ઘરે બનાવી શકો છો. તો ચાલો આપડે આગળ વધીયે.

રેસિપિ નું નામ છે પાપડ ચાટ, આ પાપડ ચાટ બનાવા માં સાવ સરળ છે, અને આ પાપડ ચાટ ઘર માં બધા વયક્તિ ને ભાવતી રેસિપિ છે, તો ચાલો આપડે જોઈએ પાપડ ચાટ કઇ રીતે બને.

સામગ્રી:

  • ૧ બાફેલું બટેટુ
  • ૨ અળદ ના પાપડ
  • ૧ ટમેટું
  • ૧ ડુંગરી
  • ૧ લીલું મરચું
  • ૧/૪ ચમચી ચાટ મસાલો
  • ૧/૨ કપ દહીં
  • ૧/૪ ચમચી મીઠું
  • ૧/૪ મરચાંનો પાવડર
  • સેવ
  • તીખા સિંગ દાણા
  • કોથમરી

પદ્ધતિ:

  • સવ પ્રથમ નોન સ્ટિક તવા માં કાચો પાક્કો પાપડ ને સેકો.
  • પાપડ ને સએકિયા બાદ તરતજ વટકા જેવો શેપ આપી દો.
  • હવે તેમ બટેટા ના જીણા પીસ કરો ને પાપડ માં એડ કરો.
  • ત્યાર બાદ ૧ પાંપડ નો ભુક્કો કરેલો તેમાં એડ કરો.
  • ત્યાર બાદ જીણી સમારેલી ડુંગરી એડ કરો.
  • ત્યાર બાદ જીણું સમારેલું ટમેટું એડ કરો.
  • ત્યાર બાદ જીણી સમારેલી લીલા મરચાં ની કટકી એડ કરો.
  • ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરો.
  • ત્યાર બાદ સ્વાદ અનુસાર લાલ મરચાંનો પાવડર એડ કરો.
  • હવે તેમાં ૨ ચમચી દહી નાખો.
  • પછી તેમાં સિંગ દાણા નાખો, અને સેવ ઉમેરો.
  • ત્યાર બાદ ૧ ચમચી ફરી દહી ઉમેરો અને કોથમરી દ્વારા પાપડ ચાટ ને આકારસિત બનાવો.
  • હવે તેમાં ચાટ મસાલો છાંટો.

તો હવે પદ્ધતિ અનુસાર બધુ એડ કરી ને બનાવેલ ટેસ્ટી પાપડ ચાટ ખાવા માટે તયાર છે. અને તમે આમા ટેસ્ટ પ્રમાણે ખમણેલું ચીઝ પણ એડ કરી સકો છો.

FAQ (Frequently Asked Questions)

૧. શું અમે હેલ્થી પાપડ ચાટ બનાવી સકી ?

હા તમે હેલ્થી પાંપડ ચાટ બનાવી સકો છો, તેમા ફણગાવેલા કે બાફેલા કઠોડ જેવા કે ચણા, મગ, મઠ જેવા કઠોડ તેમ એડ કરી ને હેલ્થી પાંપડ ચાટ ત્યાર કરી સકો છો.

૨. શું અમે આમા જુદા જુદા પ્રકાર ના પાપડ લઈ સકી ?

હા આમાં ઘઉ ના, અડદ ના, ચોખા ના, ટેસ્ટ અનુસાર પાપડ પસંદ કરી સકો છો.

Papad Chaat Video Recipe

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *